Nirav Shah
Quick Facts
Biography
નિરવ શાહ ભારતીય જનતા પાર્ટીના રાજકારણી અને સુરત મહાનગરપાલિકાના હાલના નાયબ મેયર છે.
કારકિર્દી
જુલાઇ ૨૦૧૪માં નિરવ શાહની વરણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે થઈ હતી. જૂન ૨૦૧૮માં તેમને નાયબ મેયર તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ૨૫ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવતા "મીટ લૅસ ડૅ"ની ઉજવણી માટે તેમને શ્રેય આપવામાં આવે છે, આ એ દિવસ છે જ્યારે સુરત મહાનગર પાલિકા સંચાલિત કતલખાનાં એક દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.
૨૦૨૦માં કોવિડ-૧૯ના રોગચાળા દરમિયાન તેઓએ જૈન સાધુઓને રાહત કાર્ય માટે મળતી વખતે લોકડાઉનના નિયમોનો ભંગ કર્યો અને સામાજિક અંતર જાળવ્યું ન હતું, તેને કારણે તેમની વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૪૪ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. સપ્ટેમ્બર ૨૦૨૦માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦મા જન્મદિવસ વખતે ૧૫ દિવસ દરમિયાન સુરતના વિવિધ વિસ્તારોમાં ૭૦,૦૦૦ વૃક્ષોનું રોપણ કરાવ્યું હતું.