peoplepill id: kamlashankar-pandya
KP
India
1 views today
1 views this week
Kamlashankar Pandya
Gujarati author

Kamlashankar Pandya

The basics

Quick Facts

Intro
Gujarati author
Places
Work field
Gender
Male
Place of birth
Nandod Taluka, India
Place of death
Vadodara, India
Age
87 years
Education
Gujarat Vidyapith
The details (from wikipedia)

Biography

કમળાશંકર પંડ્યા (૨૦ ઓક્ટોબર ૧૯૦૪ – ૧ ઓગષ્ટ ૧૯૯૨) એ ગુજરાતી સાહિત્યકારો પૈકીનું એક જાણીતુ નામ છે.તેઓ મુખ્યત્વે આત્મકથાલેખક તરીકે જાણીતા છે.

શિક્ષણ અને લેખન

તેમનો જન્મ ૨૦ ઓક્ટોબર ૧૯૦૪ના રોજ નાંદોદ (રાજપીપળા) ખાતે થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અનુક્રમે નાંદોદ અને થાણામાં લીધુ હતુ. ત્યારબાદ તેમણે ૧૯૨૪માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી ‘વાણિજ્ય વિશારદ’ઉપાધી મેળવી હતી.તેમનાપિતા તેમને આઈ.સી.એસ.ની પદવી મેળવવા ઈંગ્લેન્ડ મોકલવા માગતા હતા, પણ એમણે ગાંધીજીની ચળવળમાં જોડાવાનું પસંદ કર્યું. સ્વરાજ્ય પછી તેમણે અનેક સામાજિક કાર્યોમાં ભાગ લીધો હતો.ઉપરાંત તેમણેથોડો વખત વડોદરામાં શિક્ષણકાર્ય પણ કર્યુ હતુ. તેઓ સમાજવાદી વિચારસરણીના પુરસ્કર્તા અને હિમાયતી હતા. તેઓ વ્યવસાયે દાહોદમાં વેપારી રહી ચુક્યા છે. તેમને ૧૯૮૩માં નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.

તેઓ ૧ ઓગષ્ટ ૧૯૯૨ના રોજ વડોદરા ખાતે અવસાન પામ્યા હતા.

સર્જનાત્મક રચના

આપણે ત્યાં રાજ્કીય આત્મકથાઓની અતિઅલ્પ સંખ્યામાં આ લેખકની આત્મકથા ‘વેરાન જીવન’ (૧૯૭૩)નું વિશિષ્ટ સ્થાન છે. એમાં રાજકારણની સાથે સમાજકારણ પણ છે. લોકનાયક જયપ્રકાશ નારાયણ સાથેનાં સંસ્મરણો આ આત્મકથાનું આગવું અંગ છે. વિચારને વરેલા એક બૌદ્ધિકની નજરે આપણા સ્વાતંત્ર્ય પૂર્વેના અને પછીના રાજ્કીય-સામાજિક જીવનના વિવિધ તબક્કાઓની દસ્તાવેજી માહિતી આપતી આ આત્મકથા વ્યથાવેદનાના અંશોવાળી, વ્યક્તિત્વના સ્પર્શથી યુક્ત કર્મકથા પણ છે. આ ઉપરાંત એમણે નહેરુકૃત ‘વીધર ઇન્ડિયા’નો ‘હિંદ કયે રસ્તે’ (૧૯૩૫) નામનો અનુવાદ પણ આપ્યો છે. (- યાસીન દલાલ)


વેરાન જીવન (૧૯૭૩) : કમળાશંકર લલ્લુભાઈ પંડ્યાની આત્મકથા. સ્વાતંત્ર્યસૈનિકની આ આત્મકથા સ્વાતંત્ર્ય પહેલાંના અને પછીના દેશ અને ગુજરાતના રાજ્કીય પ્રવાહોને મૂલવે છે અને અંગત જીવનની કથા સાથે સંવેદનશીલ રાજ્કીય કથાને નિરૂપે છે. નિરીશ્વરવાદી વલણ, રાજ્કીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક મૂલ્યોની સતત બુદ્ધિવાદી કસોટી, સમાજવાદી વિચારસરણીમાં અખૂટ શ્રદ્ધા અને લોકશાહીનો આગ્રહ-આ સર્વ લોકનેતાના જીવનવૃત્તાંતને અહીં ઊંડું પરિમાણ બક્ષે છે. મંથનો ને સંઘર્ષોની આંતરિક કથા પણ સારી રીતે વ્યક્ત થવા પામી છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)

સન્માન

  • વેરાન જીવન માટે ૧૯૬૯માં નર્મદ સુવર્ણ ચંદ્રક

સંદર્ભો

બાહ્ય કડીઓ

The contents of this page are sourced from Wikipedia article. The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Kamlashankar Pandya is in following lists
comments so far.
Comments
From our partners
Sponsored
Credits
References and sources
Kamlashankar Pandya
arrow-left arrow-right instagram whatsapp myspace quora soundcloud spotify tumblr vk website youtube pandora tunein iheart itunes