Hirabai Lobi
Quick Facts
Biography
હીરાબાઈ લોબી સમાજ સેવિકા છે જેઓ ગુજરાતના જાંબુર ગામના વતની છે. તેમને ૨૦૨૩માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
જન્મ અને કૌટુંબિક જીવન
હીરાબાઈનો જન્મ ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં આવેલાં જાંબુર ગામમાં સીદી સમાજમાં થયો હતો. હીરાબાઈએ નાનપણથી જ માતાપિતા ગુમાવી દીધા હતા. તેમનો ઉછેર તેમના દાદીમાએ કર્યો હતો. વધુ શિક્ષા તો પ્રાપ્ત નથી કરી શક્યા. ૧૫ વર્ષની નાની વયે લગ્ન કરાવી દીધા હતા.
મહત્વના કામો
હીરાબાઈ હંમેશા બાળકો અને મહિલા સશક્તિકરણ માટે લડતા રહ્યા છે. સમાજ અને સમાજના વિચારોથી લડતા રહ્યા છે. પુરુષોનો વિરોધ સહન કરીને મહિલાઓને આગળ લાવ્યા. હીરાબાઈએ સીદી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તેના માટે છોકરા-છોકરીઓને ભણાવીને જાગૃતિ લાવી. સીદી સમાજની મહિલાઓ રોજગાર મેળવે તેના માટે તેમણે પ્રયત્નો કર્યા.
અહીં મહિલાઓ પગભર થઇ શકે એ માટે પોતાની આવડત પ્રમાણે કામ કરતા શીખવાડેલ અને અત્યારે મહિલાઓ સીવણકામ, ભણાવવું જેવા અનેક કામો કરે છે. આ માટે હીરાબાઈ એ વર્ષ ૨૦૦૪ મા "મહિલા વિકાસ ફાઉન્ડેશન"ની સ્થાપના કરી, જેથી સિદ્દી સમાજની મહિલાઓ આત્મનિર્ભર (બીજા પર આધારિત ના રહે) બને. આ સંસ્થા દ્વારા તેઓ મહિલાઓને પ્રગતિશીલ બનાવવાના રસ્તે લઇ જાય છે.
હીરાબાઈ આજના સમયનું ઉદાહરણ બન્યા છે મહિલા સશક્તીકરણનું. હીરબાઈએ પોતાના જ ખેતરમાં ઓર્ગેનિક ખાતરની મીની ફેક્ટરી શરુ કરી અને તેમાં ગામની મહિલાઓને રોજીરોટી મળી રહે પોતાના પગભર થાય એ હેતુંથી કરેલ, સાથે સાથે થોડી રકમ બચત કરતા શીખવી અને ગામમાં જ એક શરાફી મંડળી શરુ કરી, પછી ધીમે ધીમે આસપાસના ગામડાઓમાં પણ મહિલાઓ માટે મંડળી શરુ કરી. આ માટે રિલાયન્સ ફાઉન્ડેશન એ સન્માનિત કરેલ. વર્ષ ૨૦૦૬માં બજાજએ જાનકીદેવી પુરસ્કારથી પણ સન્માનિત કરાયા હતા.
૨૬મી જાન્યુઆરી ૨૦૨૩માં ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. ત્યાર બાદ ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં હીરાબાઈને સન્માનિત કર્યા હતા.
સન્માન
- જાનકી દેવી બજાજ પુરસ્કાર - ૨૦૦૬
- પદ્મશ્રી - ૨૦૨૩