peoplepill id: chhotubhai-naik
CN
1 views today
1 views this week
Chhotubhai Naik
Gujarati lexicographer

Chhotubhai Naik

The basics

Quick Facts

The details (from wikipedia)

Biography

છોટુભાઈ રણછોડજી નાયક (૧૮ જુલાઇ ૧૯૧૩, ૯ જાન્યુઆરી ૧૯૭૬) ગુજરાતી ભાષાના કોશકાર હતા.

જીવન

જન્મ વલસાડ જિલ્લાના ભગોદ ગામે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પારડીમાં. ૧૯૩૫માં વડોદરા કૉલેજમાંથી બી.એ. ૧૯૩૭માં ફારસી મુખ્ય વિષયમાં એમ.એ. ૧૯૪૨માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ‘અબ્દુર રહીમખાને ખાનાન અને એનું સાહિત્યમંડળ’ જેવા ફારસી વિષય પર પીએચ.ડી. ની પદવી મેળવનાર પહેલા વિદ્વાન. ૧૯૪૨ થી ૧૯૬૪ સુધી કોલ્હાપુરની રાજારામ કૉલેજ, નવસારીની ગાર્ડા કૉલેજ તેમ જ અમદાવાદમાં ભો.જે. વિદ્યાભવન તથા એચ.કે. આર્ટસ કૉલેજ વગેરે વિવિધ સ્થળે અધ્યાપન. ૧૯૬૪ થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ફારસીના રીડર અને અધ્યક્ષ. ૧૯૭૦માં ફારસીના માન્ય વિદ્વાન તરીકે રાષ્ટ્રપતિ ઍવોર્ડ. લંડનની રૉયલ એશિયાટિક સોસાયટીને ફેલોનું સન્માન.

સર્જન

આ ફારસી ભાષાના વ્યાસંગી વિદ્વાને ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના સંશોધન માટે અને ગુજરાતીની ઐતિહાસિક-સાંસ્કૃતિક ભૂમિકાની તલસ્પર્શી ગવેષણા માટે મહત્વની સામગ્રી પૂરી પાડી છે. ‘ફારસી શબ્દોનો સાર્થ વ્યુત્પત્તિકોશ’- ભા.૧, ૨, ૩ (૧૯૭૨, ૧૯૭૪, ૧૯૮૦) એમનું સ્થાયી પ્રદાન છે. આ ઉપરાંત ‘ગુજરાતમાં નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ’ (૧૯૫૦), ‘અરબી-ફારસીની ગુજરાતી પર અસર’- ભા ૧, ૨ (૧૯૫૪, ૧૯૫૫), ‘સૂફીમત’ (૧૯૫૯) વગેરે પણ એમના ગ્રંથો છે. એમણે ઇતિહાસ-મૂલક ગ્રંથો પણ આપ્યા છે.

સંદર્ભ

The contents of this page are sourced from Wikipedia article. The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Chhotubhai Naik is in following lists
comments so far.
Comments
From our partners
Sponsored
Chhotubhai Naik
arrow-left arrow-right instagram whatsapp myspace quora soundcloud spotify tumblr vk website youtube pandora tunein iheart itunes