peoplepill id: chandrakant-mehta
CM
India
1 views today
1 views this week
Chandrakant Mehta
Gujarati and Hindi author

Chandrakant Mehta

The basics

Quick Facts

Intro
Gujarati and Hindi author
Places
Gender
Male
Place of birth
Ahmedabad, India
Age
85 years
The details (from wikipedia)

Biography

મહેતા ચંદ્રકાન્ત હરિશંકર ‘શશિન્’ (૬-૮-૧૯૩૯) : કવિ, વાર્તાકાર, સંપાદક. જન્મ અમદાવાદમાં. વતન સરોડા (જિ. અમદાવાદ). હિંદી વિષયમાં એમ.એ., પીએચ.ડી. અમદાવાદની નવગુજરાત આર્ટસ કૉલેજમાં હિંદીના અધ્યાપક.અત્યારે નવગુજરાત મલ્ટિકોર્સ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટના માનદ નિયામક.

‘ધીરે વહે છે ગીત’ (૧૯૭૩) એમનો ગઝલ અને ગીતનો સંગ્રહ છે. ‘મન મધુવન’ (૧૯૮૦) અને ‘સ્વપ્નલોક’ (૧૯૮૨)માંની વાર્તાઓ મુખ્યત્વે પ્રણય અને દાંપત્યજીવન નિરૂપે છે. ‘સ્વાતંત્ર્યસેનાની યોગાનંદ’ (૧૯૭૭), ‘ડૉ. આંબેડકર’ (૧૯૭૯)ઇત્યાદિ એમની કિશોરોપયોગી ચરિત્રપુસ્તિકાઓ છે. ‘કેસરક્યારી’ (૧૯૮૩) તથા ‘નારી, તારાં નવલખ રૂપ’માં પ્રેરક પ્રસંગો છે. ‘એક જ દે ચિનગારી’ (૧૯૮૩) તથા ‘અંતર્દ્વાર’ (૧૯૮૪) એમનાં ચિંતનાત્મક લેખોનાં પુસ્તકો છે. ‘ગુજરાતસમાચાર’માં ચાલતી એમની ‘ગુફતેગો’ કૉલમ નિમિત્તે ‘ગુફતેગો-યુવાનો અને પરિણય’ (૧૯૮૫) જેવાં કેટલાંક સાંસારિક બોધનાં પુસ્તકો મળ્યાં છે.

‘લોકકવિ મીર મુરાદ’ (૧૯૭૯) એમનો મુસલમાન કવિ મુરાદના જીવન-કવનના અભ્યાસનો ગ્રંથ છે. મુરાદની અપ્રકાશિત કવિતા પણ આ ગ્રંથમાં ‘મુરાદવાણી’ શીર્ષક હેઠળ પ્રકાશિત થઈ છે. એમણે હિન્દીમાં પણ એક વિવેચનસંગ્રહ પ્રગટકર્યો છે. આ ઉપરાંત પ્રાકૃત, હિન્દી અને ગુજરાતી કવિતાઓના કેટલાક સંપાદનગ્રંથો પણ એમણે પ્રકાશિત કર્યા છે.

પૂરક વાચન

  • ડૉ. ચંદ્રકાન્ત મહેતા: એક પ્રગટ સારસ્વત (અભિનંદન-ગ્રંથ). અમદાવાદ: ડૉ. ચંદ્રકાન્ત મહેતા સન્માન સમિતિ. એપ્રિલ ૨૦૧૧. OCLC 780289172.

સંદર્ભો

The contents of this page are sourced from Wikipedia article. The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Chandrakant Mehta is in following lists
comments so far.
Comments
From our partners
Sponsored
Credits
References and sources
Chandrakant Mehta
arrow-left arrow-right instagram whatsapp myspace quora soundcloud spotify tumblr vk website youtube pandora tunein iheart itunes