Khodidas Parmar

Indian painter
The basics

Quick Facts

IntroIndian painter
PlacesIndia
isPainter
Work fieldArts
Gender
Male
Birth31 August 1930, Bhavnagar, Bhavnagar district, Gujarat, India
Age94 years
Star signVirgo
The details

Biography

ખોડીદાસ ભાયાભાઈ પરમાર (જન્મ ૩૧ ઑગસ્ટ ૧૯૩૦) ગુજરાતના લોકકલાવિદ્ અને ચિત્રકાર હતા.

પ્રારંભિક જીવન

ખોડીદાસ પરમારનો જન્મ ૩૧ ઑગસ્ટ ૧૯૩૦ના રોજ ભાવનગર ખાતે થયો હતો. તેમના પિતાનું નામ ભાયાભાઈ તથા માતાનું નામ વખતબા હતું. તેમને ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો.

૧૯૪૮માં ખોડીદાસ ચિત્રકાર સોમાલાલ શાહના સંપર્કમાં આવ્યા અને તેમના માર્ગદર્શન હેઠળ તેમને ચિત્રયાત્રાનો પ્રારંભ કર્યો. ૧૯૫૦માં રાજકોટ ખાતે યોજાયેલ 'સૌરાષ્ટ્ર કલામંડળ' પ્રદર્શનમાં તેમણે સૌપ્રથમ વાર રજૂ કરેલાં ત્રણ ચિત્રોમાંથી 'શ્યામસખી' નામના ચિત્રને ત્રીજું પારિતોષિક પ્રાપ્ત થયું. ૧૯૫૧માં મેટ્રિકની પરિક્ષા પ્રથમ શ્રેણીમાં પાસ કરીને તેઓ શામળદાસ આર્ટ્સ કૉલેજમાં દાખલ થયા.

કાર્ય

ખોડિદાસ પરમારના ચિત્રોનાં અનેક એકલ-પ્રદર્શનો યોજાયાં છે. તેમનાં ચિત્રો નૅશનલ ગૅલેરી, નવી દિલ્હી, મોડર્ન આર્ટ ગૅલેરી, નવી દિલ્હી, અમૃતસર આર્ટ ગૅલેરી, મધ્યપ્રદેશ ઉજ્જૈન આર્ટ ગૅલેરી, ગુજરાત લલિત કલા અકાદમીના કલાસંગ્રહમાં સંગ્રહાયેલા છે.

પુરસ્કારો

૧૯૫૭માં તેમનાં ચિત્ર 'સૌરાષ્ટ્રમાં ભરવાડનાં લગ્ન'ને લલિતકલા અકાદમી, નવી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો. ૧૯૫૮માં તેમની કૃતિ 'બહેનો'ને સૌરાષ્ટ્ર કલામંડળ રાજકોટનો સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો. ૧૯૬૫માં તેમના 'ધણ' ચિત્રને એકૅડમી ઑફ ફાઇન આર્ટ્સ, કલકત્તાનો રૌપ્યચંદ્રક પ્રાપ્ત થયો. આ ઉપરાંત ૧૯૫૪થી ૧૯૯૨ દરમ્યાન ઑલ ઈન્ડિયા ફાઇન આર્ટસ સોસાયટી, નવી દિલ્હીનાં કુલ ૮ અને ૧૯૫૯થી ૧૯૯૫ દરમ્યાન કાલિદાસ અકાદમી, ઉજ્જૈનનાં સાત પારિતોષિકો તેમનાં ચિત્રોને પ્રાપ્ત થયાં.

સંદર્ભો

પૂરક વાચન

  • પરમાર, ખોડિદાસ (૨૦૦૧). ધરતીના ચિત્રકાર ખોડીદાસ પરમારના સંસ્મરણો. અમદાવાદ: ગુજરાત લોકકલા ફાઉન્ડૅશન. OCLC 49875136.
The contents of this page are sourced from Wikipedia article on 15 Aug 2023. The contents are available under the CC BY-SA 4.0 license.