Biography
Lists
Also Viewed
Quick Facts
Intro | Gujarati author from India | |
A.K.A. | Bhogindra Ratanlal Divetia | |
A.K.A. | Bhogindra Ratanlal Divetia | |
Places | India | |
was | Writer Novelist | |
Work field | Literature | |
Gender |
| |
Birth | 31 March 1875, Ahmedabad, India | |
Death | 27 November 1917Mumbai, India (aged 42 years) | |
Star sign | Aries |
Biography
ભોગીન્દ્ર રત્નલાલ દીવેટીયા ગુજરાતી સાહિત્યકાર હતા. 'સાર્જન્ટ રાવ' તથા 'સુબંધુ' એ ઉપનામ હેઠળ તેમણે સાહિત્યરચનાઓ પ્રગટ કરી છે.
જીવન
તેમનો જન્મ ૧ એપ્રીલ ૧૮૭૫ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ રાધનપુર અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યું હતું. ૧૮૯૫માં મેટ્રિકની પરીક્ષા આપી તેઓ મુંબઈની વિલ્સન કૉલેજમાં ટર્મ ભરવા ગયા હતાં. પરંતુ ઈ.સ.૧૯૦૧માં અમદાવાદ પાછા ફર્યા હતા. ૧૯૦૨-૦૩ દરમ્યાન તેમણે કાલોલ, રાજકોટ ધોલેરા જેવા સ્થળોએ નોકરી કરી હતી. ૧૯૦૩માં તેમણે 'સુંદરીસુબોધ'નું નામના સામાયિકનું પ્રકાશન શરૂ કર્યું હતું. ૧૯૦૫માં તેમણે પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી બી.એ.ની પરીક્ષા પાસ કરી હતી અને ૧૯૦૬-૦૭ દરમ્યાન અમદાવાદની નેટિવ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે જોડાયા. ૧૯૦૬માં તેઓ ગુજરાત સાહિત્ય સભાના માનદ્ મંત્રી બન્યા. ઈ.સ. ૧૯૧૧-૧૭ દરમ્યાન તેઓ મુંબઈની બાબુ પન્નાલાલ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે જોડાયા હતા. તેઓ ૨૬ નવેમ્બર ૧૯૧૭ના રોજ મુંબઈ ખાતે અવસાન પામ્યા હતા.
૨૦ ફેબ્રુઆરી ૧૯૦૦ના રોજ કૌમુદીબહેન સાથે તેમના લગ્ન થયા હતા.
સાહિત્ય રચનાઓ
કનૈયાલાલ મુનશી અને રમણલાલ દેસાઈ જેવા લેખકોના પૂરોગામી યુગના આ લેખકોમાંના એક એવા ભોગીન્દ્ર દીવેટીયાના લેખન પર વિક્ટર હ્યુગો, ટોલ્સટૉય અને ગોવર્ધનરામનો પ્રભાવ હતો.
તેમની 'અજામિલ' નવલકથા ફ્રેન્ચ નવલકથાકાર વિક્ટર હ્યુગોની નવલકથા 'લા મિઝરાબ્લ'નું ગુજરાતી રૂપાંતર છે. તેમની નવલકથા 'કૉલેજિયન' 'સમાલોચક' સામાયિકમાં ધારાવાહિ સ્વરૂપે ૧૯૧૭ના જાન્યુઆરીથી છપાવી શરૂ થઈ હતી. તેના નવ હપ્તા છપાયા બાદ નવેમ્બરમાં લેખકનું અવસાન થતા, આ નવલકથાનો બાકીનો ભાગ લેખના પત્ની કૌમુદી દિવેટિયાએ પૂરો કર્યો હતો.
પ્રકાશનો
- બંધુ સમાજ હેઠળ સુંદરીસુબોધ - સામાયિક (૧૯૦૩)
- સુમતિ, મેઘનાદ, નાગર - પત્રો (૧૯૦૪-૧૯૦૬)
નવલકથાઓ
- મૃદુલા (૧૦૯૭) ,
- ઉમાકાન્ત (૧૯૦૮),
- તરલા (૧૯૧૪) - ટોલ્સ્તટૉયની એના કેરેનીના અધારે
- ચમેલી(૧૯૧૦), સિતારનો શોખ (૧૯૧૧) ટોલ્સટોયની વાતો (૧૯૧૨) બે ભાગ - ટોલ્સટૉયની રચનાઓના અનુવાદ
- આસિસ્ટન્ટ કલેક્ટર (૧૯૧૪) અંગ્રેજી લેખક પેનીની ધ ઈનએવિતેબલ લૉ પર અધારિત
- મોહિની(૧૯૦૪)અંગ્રેજી લેખક હેન્રી વૂડની ધ ડેન્સબરી હાઉસ પર અધારિત
- અજામિલ (૧૯૧૭)અંગ્રેજી લેખક વિક્ટર હ્યુગોની લામિઝરેબલ પર અધારિત
- અન્ય નવલકથાઓ - સ્નેહ કે મોહ, કૉલેજિયન, રસિકચંદ્ર - ભાગ ૪,તેલીફોન, રાજમાર્ગનો મુસાફર, સ્ત્રીઓ ને સમાજસેવા, જીવનકલા, લગ્ન ધર્મ કે કરાર, દીવાળી કે હોળી, લલિત કુમાર,
લઘુ નવલ
સોલિસિટર (૧૯૦૭), લગ્નબંધન (૧૯૧૮), જ્યોત્સના (૧૯૩૩)
જીવન ચરિત્ર
શ્રીયુત ત્રિભુવનદાસ ભાણજીનું જીવન ચરિત્ર ટોલ્સટોયનું જીવન ચરિત્ર
અન્ય
ઇંગ્લંડનો ઇતિહાસ
સંદર્ભ
બાહ્ય કડિઓ
- ગુજરાતના સાક્ષરો પુસ્તકમાં ભોગીન્દ્ર દીવેટીયા વિશે
- ભોગીન્દ્ર દીવેટીયાના સર્જન અથવા તેમના વિશે ઇન્ટરનેટ અર્કાઇવ પર